ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાવામાં આવશે : નીચાણવાળા ગામોને સૂચના અપાઈ

- text


મોરબી : મોરબી તાલુકાના ઝીકીયારી ગામ પાસે આવેલા ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી ડેમ હેઠળના નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

- text

ધોડાધ્રોઈ ડેમમાં રૂલ લેવલ મુજબ 90 ટકા પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત નર્મદાનાં પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી આ ડેમ હેઠળ નીચાણવાળા ગામ જેવા કે મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર જ્યારે માળિયા તાલુકાના માણબા, સુલતાનપુર અને ચીખલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

- text