મોરબીમાં બેકરી, લારીમાં વપરાતી બ્રેડની ગુણવત્તા ચકાસવા રજૂઆત

- text


મોરબી: મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી ખોરાક અને ઔષધ અધિકારીને લેખિત રજૂઆત કરીને મોરબીમાં બેકરી, લારી, ગલ્લામાં વપરાતી બ્રેડ-કલબ રોટી ટોસ સહિતની ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરવા રજૂઆત કરવામાં આવી છે.

- text

રજૂઆતમાં જણાવાયું છે કે, બેકરીમાં પડતર બ્રેડ-કલબ રોટી લોકોની તંદુરસ્તીને હાની પહોંચાડે છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અનિરુદ્ધસિંહ પરમાર નામના બે લોકોએ 5 મેના રોજ મોરબી સુપર સિનેમા પાસે લાલજીભાઈ વાળાને ત્યાં બ્રેડ બટેટા ખાતા ઉલટી શરૂ થઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પડ્યા હતા. આવા બ્રેડ બટેટા, ભુંગળા બટેટા સહિતનો નાસ્તો વિદ્યાર્થીઓ અને યુવાનો વધુ આરોગતા હોય છે. ત્યારે આવી બધી વસ્તુઓ જ્યાં બને છે ત્યાં સામાન્ય વેપરમાં પેક કરીને આપી દેવામાં આવે છે.રેપર પર કોઈ બેકરીનું નામ પણ નથી હોતું. તેથી ખોરાક અને ઔષધ વિભાગે તમામ બેકરી, લારી, ગલ્લામાં વપરાતી બ્રેડ-કલબ રોટી ટોસ સહિતની ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરી તેની લેબોરેટરીમાં તપાસ કરાવવી જોઈએ અને કાયદાનો ઉપયોગ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય પેકિંગમાં થતું વેચાણ બંધ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

- text