Morbi: મહેનત કરો તો સરકારી પણ શ્રેષ્ઠ! મોડેલ સ્કૂલ મોટી બરારનું ધોરણ 12માં શ્રેષ્ઠ પરિણામ

- text


માળિયા (મિ.) : ગઈકાલે તારીખ 9 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી બરાર મોડેલ સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 97.05 ટકા પરિણામ આવ્યું છે. શાળાના કૂલ 34 વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

મોડેલ સ્કૂલ મોટી બરાર સ્કૂલમાંથી વિદ્યાર્થિની સવસેટા આશાએ 99.08 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે તેમજ A2 ગ્રેડમાં 7 વિદ્યાર્થિની ઝાલા ઉર્વશી જી.(PR 98.11), કરમુર આશા બી.(PR 94.83), વઘોરા રાધિકા એચ.(PR 94.19), બકુત્રા ક્રિષ્ના સી.(PR 92.46), હુંબલ અવની ડી.(92.08), ચાવડા પ્રિન્શી જી.(PR 91.69) અને હુંબલ ભૂમિકા ડી.(PR 90.69) પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં શાળાનું પરિણામ 66.67% આવ્યું છે. પરીક્ષામાં કુલ 12 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થી ઉતીર્ણ થયેલા છે. જેમાં પરમાર હિરાલીએ 96.61 PR તથા ગુજકેટમાં 91.25 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. શાળામાં દ્વિતીય નંબર જાડેજા વિધીબા બી.(PR 84.34 તથા ગુજકેટમાં 81.25) અને શાળામાં તૃતિય નંબર વિલપરા પૂજા એ.(PR 78.61 તથા ગુજકેટમાં 55.00) મેળવી અને શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

- text