જોર લગાકે… હઈસા… મોરબી પાલિકાની નવી નકોર ગાડી રસ્તા વચ્ચે બંધ, ટ્રાફિકજામ

- text


વીસી ફાટક પાસે પાલિકાની લાઈટો રીપેર કરવાની ગાડી બંધ પડી જતા ધક્કા મારીને ચાલુ કરવી પડી

મોરબી : મોરબી પાલિકાનો વહીવટ ધક્કા ગાડીની જેમ ચાલી રહ્યો છે ત્યારે આજે પાલિકાની નવી નકોર લાઈટ રીપેર કરવાની ગાડી વીસીપરા ફાટક પાસે રોડ વચ્ચો વચ્ચ બંધ પડી જતા ટ્રાફિક પોલીસ સહિતના લોકોએ જોર લગાકે હઇસા… કહી આ ગાડીને ધક્કા મારી ચાલુ કરાવી હતી. ટ્રાફિકની સતત અવરજવર વચ્ચે ગાડી બંધ પડતા થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

મોરબી નગરપાલિકાની લાઈટો રીપેર કરવાની નવી નકોર નંબર પ્લેટ વગરની ગાડી આજે વીસી ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ગાડીમાં અચાનક કોઈ ફોલ્ટ આવી જતા ગાડી બંધ પડી ગઈ હતી. વીસી ફાટક નજીક શહેર તરફ આવવા જવાના માર્ગ ઉપર હજારો વાહન વ્યવહારની અવરજવર વચ્ચે જ નંબર વગરની નવી ગાડી બંધ પડી જતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો અને રોડની વચ્ચોવચ જ નગરપાલિકાની નવી ગાડી બંધ પડી જવાથી ધક્કા ગાડી બની ગઈ હતી. આ તકે સ્થળ ઉપરના ટ્રાફિક પોલીસ સહિતના લોકોએ ધક્કા મારીને સાઈડમાં ખસેડી હતી અને પાલિકાની નવે નવી ગાડી ધક્કા મારીને ચાલુ કરવી પડી હતી.

- text

- text