લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા નેત્રયજ્ઞ અને ઓર્થોપેડિક કેમ્પ યોજાયો

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અનેક સેવા કાર્યો સમાજના દાતાના યોગદાનથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે તારીખ 10 ઓગસ્ટના રોજ પીપળીયા ચાર રસ્તા પાસેના જયદીપ કોમ્પ્લેક્સમાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે નેત્રયજ્ઞ અને ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પમાં 100થી વધારે લોકોએ લાભ લીધો હતો. આંખના મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમજ ઓર્થોપેડિક વિભાગમાં તપાસતા જરૂરિયાત વાળા દર્દીને ઓપરેશન માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા, ખજાનચી લા.મણીભાઈ કાવર, લા.માદેવભાઈ ચીખલીયા, લા. નાનજીભાઈ મોરડિયા, લા.પી.એ. કાલરીયા, લા. રશ્મિકાબેન રૂપાલા લિયો બંસી રૂપાલાએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ સેવા કાર્યમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી સેવાકાર્યમાં આર્થિક યોગદાન આપનાર સર્વે દાતાઓનો તેમજ આ કેમ્પ માટે વિના મૂલ્યે જગ્યા આપવા બદલ જયદીપ કોર્પોરેશન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- text