કાલે મોરબીના એસપી રોડ વિસ્તારોમાં વીજકાપ

- text


મોરબી : મોરબીના એસપી રોડ પર આવતા વિસ્તારોના ફીડરનું સમારકામ હોવાથી તા. 12 ઓગસ્ટને શનિવારના સવારે 7:30 થી બપોરના 1:30 દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. એસ. પી. રોડના ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે ઈડન હિલ્સ, ગાયત્રી સ્ટોન, શ્યામ ગ્લાસ વેર, ગોકુલધામ સોસા. બોરીયાપાટી વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં કાલે વીજકાપ રહેશે. મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેમ પીજીવીસીએલની શનાળા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરે જણાવ્યું હતું.

- text

- text