મોરબીમાં 11 મેના રોજ વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

- text


 

નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ વિવિધ રોગ અંગેનું વિનામૂલ્યે નિદાન કરશે

મોરબી: મોરબીમાં આગામી તારીખ 11મે ને શનિવારના રોજ મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા વિનામૂલ્યે ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોરબીના સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર અને મારવાડી યુનિવર્સિટી મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમના સંયુક્ત ઉપક્રમે યોજાશે.

11 મે ને શનિવારના રોજ સવારે 9-30 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના સંસ્કારધામ મંદિરની પાછળ આવેલા સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ), સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપર એક્ટીવીટી વગેરે, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ, સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો, કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગામેંટની ઇજાઓ, ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે, બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ, તમાકુ/કેન્સરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાનું નિદાન કરવામાં આવશે.

- text

આ કેમ્પમાં નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની ટીમ સેવા આપશે. જેમાં ડૉ. આશિષ કકકડ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) લકવા-પેરાલીસીસ, મગજ, કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પૂજા વોરા (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પંકજ જયસ્વાલ (ઓર્થો ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સાંધા અને સ્નાયુની કસરતનાં નિષ્ણાંત, ડૉ. કુલદીપ રામાવત (કાર્ડિઓ- પાલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ), ડૉ. શાહરૂખખાન ચૌહાણ (ઓર્થો- સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સાંધા, સ્નાયુ અને રમતમાં થતી ઇજાના નિષ્ણાંત, ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત સેવા આપશે.

કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ સવારે 9 થી 4 વાગ્યાની વચ્ચે 8160282456 અથવા 9099980151 પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બતાવવા આવતી વખતે જુના રિપોર્ટ સાથે લાવવા પણ જણાવાયું છે.

- text