ટંકારાના સખપર ગામેથી 4.12 લાખના જીરું-લસણની ચોરી 

- text


ખેડૂતના બંધ મકાનમાંથી ચોરી થતા ફરિયાદ 

ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાં રાખેલ રૂપિયા 4.12 લાખથી વધુ કિંમતના જીરું અને લસણની ચોરી થઇ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગાના અબંધ મકાનમાંથી ગત. તા.5ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમ જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ-36માં ભરેલ આશરે 75 મણ જીરું કિંમત રૂપિયા 3,7,500 તેમજ લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- 11માં ભરેલ આશરે 30 મણ લસણ કિંમત રૂપિયા 75હજાર સહિત 4,12,500નો જથ્થો ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text