મોરબીના વેપારી યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી 

- text


40થી 70 ટકા તોતિંગ વ્યાજ વસુલતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ : વ્યાજખોરો મહિનાને બદલે અઠવાડિયે અને દસ દિવસે કરતા ચામડાતોડ વ્યાજની વસુલાત 

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા અને મોરબી – રાજકોટ હાઇવે ઉપર થ્રિલ ચીલ ગેમઝોન ચલાવતા વેપારી યુવાને આર્થિક જરૂરત પડતા 40થી 70 ટકા મહિને વ્યાજ ચુકવવાની શરતે નાણાં મેળવ્યા બાદ મોટાભાગની રકમ ચુકવી દેવા છતાં 4 આરોપીઓએ વ્યાજની ચામડાતોડ ઉઘરાણી કરવાની સાથે કોરા ચેક પડાવી લઈ એક વ્યાજખોર પિતા પુત્રએ યુવાનના ઘેર જઈ પિતા પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં શ્રીનાથજી નામની પેઢી ધરાવતા અને મોરબી – રાજકોટ હાઇવે ઉપર થ્રિલ ચીલ ગેમઝોન ચલાવતા વેપારી યુવાન મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંધેડીયા,રહે. સોમનાથ સોસાયટી, સરદાર બાગ પાછળ, શનાળા રોડ,મોરબી વાળાએ આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયા, દેવાભાઇ અવાડીયા રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી, બાયપાસ રોડ, મોરબી, દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી રહે શકત શનાળા મોરબી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી રહે શકત શનાળા, તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ધંધામાં જરૂરત પડતા આરોપીઓ પાસેથી દર આઠ દિવસે અને દસ દિવસે 40થી 70 ટકા વ્યાજ ચુકવવાની શરતે નાણાં વ્યાજે લઈ મોટાભાગની રકમ પરત ચૂકવી દેવા છતાં આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયાએ લાફા મારી તેમજ દેવાભાઇ અવાડીયાએ ઘેર આવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી તમામ આરોપીઓએ બેન્કના કોરા ચેક પડાવી લીધા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text