લ્યો બોલો.. શાકભાજીની દુકાનમાંથી બે કિલો ટમેટાની ચોરી

- text


હળવદના પાલાસણ ગામે શાકભાજીના ધંધાર્થીની દુકાનમાં બનેલી ઘટના

હળવદ : ટમેટાના ભાવ આસમાને આંબી જતા સામાન્ય વર્ગ માટે ટમેટા મેળવવા ઘણા મુશ્કેલ બન્યા છે. ત્યારે તસ્કરોને જાણે ટમેટાની જરૂર પડી હોય હોય તેમ ટમેટા પણ છોડ્યા નથી. હળવદના પાલાસણ ગામે શાકભાજીના ધંધાર્થીની દુકાનમાંથી બે કિલો ટમેટાની ચોરી થયાની ઘટના સામે આવી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના પલાસણ ગામે રહેતા મહેશભાઈ ઉર્ફે કપૂર ચૌહાણ નામના વ્યક્તિનો પાનનો ગલ્લો આવેલો છે અને સાથે સાથે શાકભાજીનુ પણ વેચાણ કરે છે. દરમિયાન ગતરાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમની દુકાનની પાછળની બારીમાંથી પ્રવેશ કરી દુકાનમાંથી મોંઘા ભાવના બે કિલો જેટલા ટમેટાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ટમેટાના ભાવો એટલા બધા ઉંચા થઈ ગયા છે કે ટમેટાના ભાવો સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને પોસાય તેમ પણ નથી. ત્યારે મોંઘા ભાવના ટમેટાની ચોરી થતા ભારે ચકચાર મચી ગઇ છે. ખરેખર આ ટમેટાની કોઇ તસ્કરોએ ચોરી કરી છે કે ? પછી કોઈ જાણભેદુએ ટમેટાની ચોરી કરી છે તે તપાસનો વિષય છે. પણ હાલ ટમેટાના જે રીતે ભાવો વધી ગયા છે તે જોતા સોના જેવા જ ટમેટા થઈ ગયા છે. આથી ટમેટાની ચોરી ભારે ચર્ચાનો વિષય બન્યો છે

- text