સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે

- text


મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ 2022-23માં ઉત્તિર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ વિશિષ્ટ સિધ્ધ પ્રાપ્ત કરનારનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની કાયમી ઉત્કર્ષ યોજનામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર-કચ્છમાં વસવાટ કરતા કુટુંબો માટે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડની પરીક્ષા ધો. 10-12( સાયન્સ અને સામાન્ય પ્રવાહ) તેમજ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ અંતિમ પરીક્ષાના સ્નાતક, માસ્તર ડિગ્રી, એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં ડીપ્લોમા, ડીગ્રી કે માસ્તર ડીગ્રી, મેડીકલ લાઈનમાં અંતિમ પરીક્ષા MBBS, MS, MD, હોમિયોપેથીક, આયુર્વેદની છેલ્લી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ, પદવી મેળવનાર વિદ્યાર્થીએ લેખિત અરજી સાથે તમામ આધાર ગુણપત્રકોની ઝેરોક્ષ જોડવાની રહેશે. તે ઉપરાંત જે મહાનુભાવોએ સાહીત્ય, કલા, શિક્ષણ, સંગીત, રમત-ગમત, હોમગાર્ડસ, સમાજસેવા જેવા વિભિન્ન ક્ષેત્રે રાજ્ય સરકાર કે ભારત સરકાર તરફથી એવોર્ડ, પ્રમાણપત્ર મેળવેલ હોય તેઓએ લેખીત અરજી ફોર્મ પોતે તૈયાર કરીને તમામ આધારોની ઝેરોક્ષ નકલ પ્રમાણિત કરીને અરજી સાથે જોડીને મોકલી આપવાની રહેશે. પી. ટી. સી., બી. એડ., એમ. એડ. જેટલા વર્ષનો કોર્ષ હોય તે પૂર્ણ થઈ ગયા હોય તેઓએ સુવાચ્ય અક્ષરે લેખીત અરજી કરવાની રહેશે.

- text

લેખીત અરજીમાં પુરૂં નામ, સરનામું, એડ્રેસ, મોબાઇલ નંબર, આઘારો જોડવાના રહેશે. આ લેખિત અરજી તા. 31 ઓગસ્ટ સુધીમાં ડી. જી. મહેતા મેનેજીંગ ટ્રસ્ટી, સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગ, સ્ટેશન રોડ, અમરેલી, મો.નં.94286 21600, (02791) 223066 પર મોકલી આપવાની રહેશે. તા. 31ઓગસ્ટ સુધીમાં અરજી આઘાર પુરાવા સાથે પહોંચતી કરવી ત્યાર પછી અરજીઓ આવનાર ધ્યાને લેવામાં નહીં આવે. મોરબી જિલ્લાના બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનોએ આ અંગેની વધુ માહીતી મેળવવા મોરબીમાં આવેલી ઓફીસ પરશુરામ ધામ, પરશુરામ માર્ગ, નવલખી ચાર રસ્તા ખાતે સંપર્ક કરવાનો રહેશે.

- text