હળવદમાં સાડા આઠ વર્ષ ચેરમેન રહી રણછોડભાઈ પટેલે યાર્ડની સુરત ફેરવી નાખી

- text


માર્કેટ યાર્ડને ધમધમતું કરવામાં સિંહ ફાળો આપનાર રણછોડભાઈ પટેલે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને આ વિકાસયાત્રા અડીખમ રાખવા શુભેચ્છાઓ પાઠવી

હળવદ : હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે આઠ વર્ષથી વધુ સમય સેવા આપનાર રણછોડભાઈ લાલજીભાઈ પટેલ ઉર્ફે બાપાએ આજે યાર્ડના નવા ચેરમેન રજનીભાઈ સંઘાણી અને વાઈસ ચેરમેન કીશોરભાઈ દલવાડીને શુભેચ્છા પાઠવી હતી.

હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રણછોડભાઈ લાલજીભાઈ પટેલની જ્યારે નિમણૂક થઈ ત્યારબાદ માર્કેટ યાર્ડની તમામ દુકાનો પાડીને નીચે ગોડાઉન ઉપર ઓફીસ અને દુકાનો બનાવવામાં આવી હતી સાથે જ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોની જણસી ન પલડે તે માટે ત્રણ વિશાળ શેડ બનાવ્યા હતા.

40થી વધુ વીઘામાં આરસીસી કામ કરવામાં આવ્યું સાથે જ ખેડૂતો માટે અકસ્માત વીમો લાવી જો ખેડૂત મૃત્યુ પામે તો રૂ. એક લાખની સહાય આપવામાં આવે છે. સાથે જ ખેડૂત ખાતેદારના વારસદારને રૂ. 50,000ની સહાય આપવામાં આવે છે.

- text

ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હોય તો તેઓને દર વર્ષે રૂ. 40,000ની સ્કોલરશીપ માર્કેટ યાર્ડ હળવદ આપે છે. અહીં ખેડૂતોને રાહત દરે જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે તેમજ બોર્ડની પરીક્ષા સમયે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સાથે વાલીને પણ ફ્રીમાં જમવાની વ્યવસ્થા રણછોડભાઈ પટેલના ચેરમેન તરીકેના કાર્યકાળમાં કરવામાં આવી છે.

- text