બાઇક સ્ટંટ કરી તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મુકનારને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

- text


હળવદના ઘનશ્યામગઢ ગામના શખ્સને એલસીબીએ પકડી પાડી ગુનો નોંધાવ્યો

વિડિયો જોવા માટે આ લિંક પર ક્લિક કરો :- https://youtube.com/shorts/gEQEYc-pzyc?feature=share

મોરબી : હળવદના ઘનશ્યામ ગઢ ગામનો યુવાન બાઇક ઉપર સ્ટંટ કરીને તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મુકતો હોય, એલસીબીની ટીમે તેને પકડી પાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા. વધુમાં પોલીસે આવા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

અમદાવાદના નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ તાજેતરમાં પોલીસ દ્વારા વાહન હંકારવામાં બેદરકારી દાખવનાર તત્વો સામે કડકાઇથી કામ લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોલીસ વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ કરી બેફિકરાઈથી વાહન ચલાવતા શખ્સો તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

- text

તેવામાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામનો રોહિત દલપતભાઈ નામનો શખ્સ બાઈક પર સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં મુકતો હોય, આ વીડિયો મોરબી એલસીબીની ટિમ સુધી પહોંચતા આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં એલસીબીની ટીમે આ શખ્સને હળવદ પોલીસ મથકે લઈ આવી કલમ 279 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- text