આગ લાગે તો શું કરવું ? ફાયર વિભાગે પ્રગતિ ક્લાસિસમાં આપ્યું ડેમોસ્ટ્રેશન

- text


મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજરોજ ફાયર સેફટી જાગૃતિ હેતુસર પ્રગતિ ક્લાસીસ ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને ફાયર ડેમોસ્ટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ અને વિધાર્થીઓએ કરેલ હતો.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

- text

- text