મોરારી બાપુની રામ કથા સાથેની 12 જ્યોર્તિલિંગની ટ્રેન યાત્રા પૂર્ણ થઈ

- text


મોરબી : IRCTC દ્વારા 12 જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. મોરારી બાપૂ દ્વારા ટ્રેનમાં રામ કથા સંભળાવવામાં આવતી હતી. એક હજાર જેટલા ભક્તો આ ટ્રેન યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા સફળ રીતે પૂર્ણ થઈ છે.

આ પ્રવાસનું નેતૃત્વ પૂજ્ય મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. 18 રાત/19 દિવસની યાત્રા 22 જુલાઈ, 2023 ના રોજ ઋષિકેશ ખાતેથી શરૂ થઈ હતી અને લગભગ 12,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને ધામો સહિત સમગ્ર ભારતમાં ફેલાયેલા પવિત્ર 12 જ્યોતિર્લિંગ મંદિરોની મુલાકાત આ ટ્રેન દ્વારા લેવામાં આવી હતી. 19 દિવસ સુધી ચાલેલી લાંબી અને કઠોર યાત્રા આખરે દિલ્હી ખાતે સમાપ્ત થઈ છે.

- text

આ પવિત્ર યાત્રા ઉત્તર પ્રદેશ, ઝારખંડ,આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ફરી હતી. આખી યાત્રામાં વિશેષ ટ્રેનોમાં ઉત્સવનું વાતાવરણ છવાયું હતું, કારણ કે ભક્તો પ્રાર્થના ગાવા, સ્તોત્રો ગાવા અને વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા.

- text