તસ્કરો 400 કિલો ટમેટા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ

- text


મહારાષ્ટ્રના પુણેનો બનાવ, ખેડૂત વાડીએથી ટામેટા ઘેર લાવ્યો અને તસ્કરો ચોરી કરી ગયા

મોરબી : ટમેટાના ભાવ દિવસે દિવસે આભે આંબી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પુણેના ખેડૂતે ટામેટાંની ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું કે, આ ચોરીને કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે.

ફરિયાદી ખેડૂત અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું કે, રવિવારે પોતાના ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ તે મજૂરોની મદદથી શિરુર તાલુકા સ્થિત પોતાના ઘરે લાવ્યો હતો. અને બીજા દિવસે આ ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો, તે પહેલાં જ કોઈ ટામેટાંના બોક્સ ચોરી કરીને લઇ ગયું હતું.

- text

ખેડૂત અરુણ ધોમેએ જણાવ્યું કે, જ્યારે તેઓ સોમવારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે 400 કિલોગ્રામ વજનના ટામેટાંના 20 બોક્સ ગાયબ હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ધોમેએ શિરુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને ફરિયાદ નોંધાવી છે.’ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

 

- text