હાર્ટએટેક અને કોરોના વચ્ચે કનેકશન અંગે 40 હોસ્‍પીટલ અને સંશોધન કેન્‍દ્રોમાં સ્‍ટડી શરૂ

- text


કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ લેખિત પ્રશ્નના જવાબમાં સંશોધન અંગે માહિતી આપી

મોરબી : કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક જ હાર્ટ એટેકથી મૃત્‍યુ થવાના અનેક કેસ સામે આવ્યા છે. આ અંગે કેન્‍દ્રીય આરોગ્‍યમંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જાણકારી આપતા જણાવ્‍યું હતું કે ભારતીય આર્યુ વિજ્ઞાાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) તથ્‍યોની તપાસ માટે જુદા જુદા ત્રણ પ્રકારના ત્રણ સ્‍ટડી કરી રહી છે.

છેલ્લા એકાદ વર્ષમાં મોરબી સહિત સમગ્ર રાજ્યમાં હસતા, રમતા, કામ કરતા અનેક યુવાનોના મૃત્યુ થયા છે અને કોરોના વેકસીન લીધા બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું હોવાના તર્ક થઈ રહ્યા છે. આ સંજોગોમાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય આરોગ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે કોવિડ-19 મહામારી પછી યુવાઓના અચાનક મૃત્‍યુ થવાની ઘટનાના કારણ જાણવા પુરતા પુરાવા હાલમાં ઉપલબ્‍ધ નથી. વધુમાં જણાવ્‍યું હતું કે ભારતમાં 18 થી 45 વર્ષના વયસ્‍કોના અચાનક મૃત્‍યુ અંગે 40 હોસ્‍પીટલો અને સંશોધન કેન્‍દ્રોમાં સ્‍ટડી ચાલી રહયો છે.

- text

આ સ્‍ટડી વર્ચ્‍યુઅલી અને પ્રત્‍યક્ષ ઓટોપ્‍સીના માધ્‍યમથી ચાલી રહયો છે. છેલ્લા બે વર્ષમાં સિધ્‍ધાર્થ શુકલા જેવી સેલિબ્રટી સહિત અનેક યુવાઓના મોત થવાનો ક્રમ શરુ થયો છે. સોશિયલ મીડિયામાં આના માટે કોવિડ-19ની સારવાર અને વેકિસનને જવાબદાર ગણવામાં આવતું હતું. આ બાબતે વિસ્‍તૃત મેડિકલ સંશોધન કરવા માટે માંગણી થતી રહી હતી.

- text