રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત છ ઈસમોને પાસા તળે ડીટેઇન કરતી મોરબી એલસીબી ટીમ

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત કુલ છ બુટલેગરોને પાસા હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડયાએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ કે.જે ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ધવલભાઇ ઉર્ફે શિવ બકુલભાઇ જેઠાલાલ વડનગરા ઉ.31 રહે. રાજકોટ,કિર્તિધામ સોસાયટી, શેરી નં.-1 ભવાનીચોક, દેવપરા મેઇનરોડ રાજકોટ વાળાને અગાઉ જુદાજુદા 14 કેસ હોય પાસા એકટ તળે ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.

- text

આ ઉપરાંત પ્રોહીબિશન એકટ હેઠળ જુદા જુદા કેસમાં સંડોવાયેલ અમરશીભાઇ સુજાભાઇ વરીયા રહે. ભારતનગર, ગાંધીધામ, જિ. કચ્છ, કમલેશભાઇ બાબુભાઇ કારેલીયા, રહે. હડાળા, આશોપાલવ સોસાયટી, રાજકોટ, અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા રહે. હડાળા, શીવડેરીની પાછળ રાધેક્રિષ્ના સોસાયટી, તા.જી. રાજકોટ, મયુરભાઇ રણછોડભાઇ મકવાણા રહે. હાલ કુહાગામ, રામેશ્વરપાર્ક, દશક્રોઇ જિ. અમદાવાદ અને નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ રહે, ગાંધીધામ, વીસી શીપીંગ ની સામે, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ વાળાને ઝડપી લઈ અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા.

આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text