વાંકાનેરમાં સફાઈ કર્મચારીઓને સેનેટરી ઇન્સપેકટરની કનડગતની રાવ

- text


સફાઈ કર્મીઓની વાત ખોટી અને ફરજિયાત કામના સમયે કામ કરવાની કડક સૂચના અપતા ખોટી ફરિયાદ કરી છે : ચીફ ઓફિસર સરૈયા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મીઓએ સેનેટરી ઇન્સપેકટર વારંવાર હેરાન કરતા હોવાની નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે અને સેનેટરી ઇન્સપેકટરની કનડગત દૂર ન થાય તો સફાઈ કર્મીઓએ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપી છે. ત્યારે બીજી તરફ ચીફ ઓફિસરે ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતું.

વાંકાનેર નગરપાલીકાના સફાઈ કર્મીઓએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, વાંકાનેર નગરપાલીકાના સફાઇ કામદોરોને સેનટરી ઇન્સપેકટર માનસીક હેરાનગતી તેમજ અભદ્રભાષાનો ઉપયોગ કરે છે, તેમના કામના કલાકો પુર્ણ થયા પછી પણ વધારાની કામની કલાકોમાં કામ કરવા માટે ફરજ પાડે છે. સફાઈ કર્મીઓને વધારાનુ કામ શુ કામ કરાવો છો તેવુ પુછતા તેઓ એવા જવાબ આપે છે કે હું જે કહુ તે કરવાનું, અને જો કામ ન કરવુ હોય તો જતા રહો, તમારી ઓકાત હુ જાણુ છુ તેવુ કહીને જાતી પ્રત્યે ની મનફાવે તેમ બોલે છે,

વધુમાં સફાઇ કામદારોને ભુગર્ભ ગટર તેમજ મેઇન ગટરમાં ઉતારે છે અને ચાલુ વરસાદે કામ માટે સફાઈ કર્મીઓને બોલાવે છે અને તેઓ એવુ પણ કહે છે કે તમારે જેની પાસે જાવુ હોય ત્યાં જાવ મારૂ કોઇ કાંઇ બગાડી શકવાનું નથી સફાઈ કર્મીઓને ખુબજ હેરાનગતી કરે છે, સેનેટરી ઇન્સપેકટર પોતાને સવેર્સ ગણે છે. સેનેટરી ઇન્સપેક્ટર લેડીઝ સફાઇ કામદરોને પણ મન ફાવે તેવી રીતે ગેરવર્તન કરે છે. તેથી ચીફ ઓફિસર સેનેટરી ઇન્સપેકટરની હેરાનગતીમાંથી મુકતિ અપાવી યોગ્ય ન્યાય અપાવવા અને જો અમારા પ્રશ્ન નો યોગ્ય નિર્ણય નહી આવે તો તમામ સફાઇ કામદારો દિવસ 3 માં હડતાલ ઉપર જતા રહેશે તેવી ચીમકી આપી છે.

- text

જ્યારે વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આ મામલે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા રાઉન્ડમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યારે લોકોએ આ સફાઈ કર્મીઓ યોગ્ય રીતે સફાઈ કરતા ન હોવાની તેમની સમક્ષ ફરિયાદ કરી હતી અને ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં પણ ત્રણની જગ્યાએ બે જ ફેરા કરતા હતા. આ સફાઈ કર્મીની સફાઈ ન કરવાની બેદરકારી ચીફ ઓફિસરની વિઝટ દરમિયાન જ બહાર આવી હતી. આથી ચીફ ઓફિસરે સેનેટરી ઇન્સપેક્ટરને સફાઈ કર્મીઓને તેમનજ ફરજ દરમિયાન યોગ્ય રીતે સફાઈ કરે અને કચરાનું કલેક્શન વ્યવસ્થિત રીતે કરે અને લોકોની હવે પછી ફરિયાદ ન આવી જોઈએ તેવી કડક સૂચના આપી હતી. સેનેટરી ઇન્સપેક્ટર ચીફ ઓફિસરની સૂચના પ્રમાણે સફાઈ કામદારો પાસે પૂરતું કામ કરાવતા હોય જે સફાઈ કર્મીઓને ન ગમતા આ ખોટી ફરિયાદ કરી છે તેવું ચીફ ઓફિસર સરૈયાએ જણાવ્યું છે.

- text