મોરબીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

- text


મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ લઈ રહી છે.1 મેં એ ફાઇનલ ટુર્નામેન્ટ

- text

મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા MPL-2024 રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન મોરબીમાં કરાયું ટુર્નામેન્ટમાં એકત્ર થનાર રકમ પાટીદાર સમાજની દીકરીઓના અભ્યાસ પાછળ વાપરવામાં આવશે. સાથે જ અન્ય સત્કાર્યોમાં આ રકમનો ઉપયોગ મહાકાલ ગ્રુપ દ્વારા કરવામાં આવનાર છે. મહાકાલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 11 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 1,10,000 રૂપિયા અને એક બાઈક ઈનામ પેટે આપવામાં આવશે. જ્યારે રનર્સઅપ ટીમને 70,000 રૂપિયા અને એક સાયકલ ઈનામમાં અપાશે જ્યારે મેન ઓફ ધ સિરીઝને મોબાઈલ ઈનામ પેટે આપવામાં આવશે.

- text