મોરબીના પીપળીયા ચાર રસ્તે ઇકો દુકાનમાં ઘુસી ગઈ, વેપારીને ઇજા

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બેકાબુ ઇકો કારના ચાલકે ઇકો કાર કરીયાણાની દુકાનમાં ઘુસાડી દેતા વેપારીને નાકમાં અને પગમાં ઇજાઓ પહોંચતા ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ લક્ષ્મી ચેમ્બરમા રવિ જનરલ સ્ટોરમાં વેપારી પ્રવીણભાઈ કાનજીભાઈ દેત્રોજા બેઠા હતા ત્યારે અચાનક જ જીજે – 36 – એજે – 0515 નંબરની ઇકો તેમની દુકાનમાં ઘુસી આવી હતી અને થળા સાથે ભટકાતા પ્રવીણભાઈને નાકના ભાગે તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચવાની સાથે ઇકો દુકાનમાં ઘુસી જતા દુકાનમાં રહેલી સામગ્રીને નુકશાન પહોંચતા અકસ્માત સર્જી ઇકો મૂકી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text