મોરબી ઉમિયા માનવ મંદિરમાં નવા દાતાઓનું અભિવાદન કરાયું

- text


મોરબી : મોરબીમાં ભીમનાથ મહાદેવ લજાઈ ખાતે ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જરૂરિયાતમંદ જેમને દીકરા નથી તેવા 200 નિરાધાર વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉમિયા માનવ મંદિરમાં ફુલ એસીની સુવિધા ધરાવતા એસી રૂમનું બાંધકામ, રંગરોગાન પૂર્ણ થઈ ગયું છે, હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવનાર હોય સંસ્થા દ્વારા દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઉમિયા માનવ મંદિરમાં દરિદ્ર નારાયણોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે અનેક દાતાઓ દાનનો અવિરત પ્રવાહ વહેવડાવી રહ્યા છે ત્યારે વધુ બે દાતાઓ મોરબીના આલાપ પાર્કના નિવાસી મૂળ અણીયારી ગામના વતની દુર્લભજીભાઈ (ભૂપતભાઇ) વિઠ્ઠલભાઈ બાવરવા અને મોરબીના ઈડન ગાર્ડન નિવાસી, મૂળ રાણેકપર હળવદના જયંતિભાઈ હિરાભાઇ ઝાલરીયા બન્ને દાતાઓએ પોતાના પરસેવાની કમાણી સેવા માટે માનવ મંદિરના પ્રોજેક્ટમાં રૂ. 51,000 એકાવન હજાર ઉમિયા માનવ મંદિરમાં અર્પણ કર્યા હતા તેમજ બીજા 51,000 એકાવન હજાર દર વર્ષે અર્પણ કરી દ્રષ્ટિ દાતા તરીકે નામ નોંધાવી પવિત્ર પુરૂષોત્તમ માસમાં પુણ્યનું ભાથું પ્રાપ્ત કર્યુ છે.

આ બંને દાતાઓનું ઉમિયા માનવ મંદિરના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ મંત્રી છગનભાઈ કલોલાએ માતાજીનો ખેસ પહેરાવી અભિવાદન કર્યુ હતું. આ તકે ઉમિયા માવનસેવા ટ્રસ્ટના કાર્યકર્તા દિનેશભાઈ વડસોલા, કેશુભાઈ સરડવા, શાંતિલાલ, સુરાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text