B.Sc Sem- 2ના પરિણામમાં મોરબી જિલ્લાના ટોપ-5માં તમામ નવયુગ મહિલા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ

- text


મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 2ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરીને પ્રથમ 5 સ્થાન મેળવ્યા છે. જિલ્લાના ટોપ-5 વિદ્યાર્થીઓમાં તમામ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે.

મોરબી જિલ્લા પ્રથમ ચૌહાણ વૈશાલી 93.45%, દ્વિતીય બાવરવા પાયલ 92.91%, તૃતીય પાનેસરા પ્રિયાંશી 92.55%, ચતુર્થ ભાલોડીયા વૃંદા 92.36%, પાંચમા સ્થાને માલવત કૌશર 92% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. આ સાથે નવયુગ B.Scના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરનારી એકમાત્ર કોલેજ છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text