આંખ ઉઘાડતો કિસ્સો : હળવદમાં પ્રેમીએ જ પ્રેમિકાનો ન્યુડ વિડીયો કર્યો વાયરલ

- text


પ્રેમીએ વીડિયો કોલમાં કરેલી કામલીલા જગ જાહેર કરી, દુષ્કર્મ પણ આચર્યું : હળવદ પોલીસ મથકે પ્રેમી અને તેને મદદ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ પંથકમાં રહેતી એક યુવતી સોશિયલ મીડિયા મારફતે હળવદના રણજીતગઢ ગામના એક યુવકના સંપર્કમાં આવી હતી.બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ પણ બંધાયા.જોકે બાદમાં પ્રેમીએ યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપ કોલિંગ કરી કપડાં કઢાવી નગ્ન વીડિયો ઉતારી લીધા બાદમાં આ ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીને પીંખતો રહ્યો.બાદમાં યુવકે યુવતીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતા પીડિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં યુવક અને તેને મદદ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

આ ચકચારી કેસમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં રહેતી યુવતીને હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઈ નામના યુવાને વોટ્સએપ મારફતે યુવતી સાથે કોન્ટેક્ટ કરી યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલિંગ કરી યુવતીને કપડાં કઢાવી નગ્ન વિડીયો ઉતારી લીધો હતો.બાદમાં આ યુવાને યુવતી ને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું.અને આ વિડીયો પણ વાયરલ કરી દીધો હતો.

જેથી આજે પીડિત યુવતીએ હળવદ પોલીસ માથે કે દગાખોર પ્રેમી કિશનભાઇ દિનેશભાઈ અને આ ગુનામાં મદદ કરનાર તેના મિત્ર અનિલભાઈ છગનભાઈ રહે રણજીત ગઢ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 376 (૨)(એન) આઈ.ટી એક મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતાઓ આવા શખ્સો સામે ડર્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે.

- text