રોક શકો તો રોક લો : લાલપર નજીક હાઇવે ઉપર ફરી ધૂળના ઢગલા ઠલવાયા 

- text


મોરબી : મોરબીના લાલપર નજીક હાઇવે ઉપર અમુક તત્વો તંત્રને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ ધૂળના ઢગલા ઠાલવી ગયા છે. ત્યારે અત્યાર સુધી ટાઢું રહેલ તંત્ર હવે કેટલુ ધગે છે તે જોવું રહ્યું.

છેલ્લા ઘણા સમયથી હાઇવે ઉપર ધૂળના ઢગલા ઠાલવવામાં આવી રહ્યા છે. જો કે સામે તંત્ર કાર્યવાહીમાં ઉણું ઉતર્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તેવામાં લાલપર ઉપર આજે ફરી હાઇવે ઉપર ધૂળના ઢગલા ઠાલવી દેવામાં આવ્યા છે. જેને કારણે એકતરફના રોડનો અમુક હિસ્સો બ્લોક થઈ ગયો છે. આના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે.

- text

- text