મોરબીના મહેન્દ્રનગર પાસેની સોસાયટીમાં પાણી ભરાયા

- text


પાણી અને ગટરની સુવિધાઓ મુદ્દે ગ્રામ પંચાયત અને સોસાયટીના બિલ્ડર ઉડાવ જવાબ આપતા હોવાની રહીશોની ફરિયાદ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસેની સોસાયટીમાં પાણી ભરાયા છે. પાણી ભરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે પાણી અને ગટરની સુવિધાઓ મુદ્દે ગ્રામ પંચાયત અને સોસાયટીના બિલ્ડર ઉડાવ જવાબ આપતા હોવાની રહીશોએ ફરિયાદ કરી સંબધિત તંત્ર આ મુદ્દે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે.

મોરબીના મહેન્દ્રનગર પાસેની સિદ્ધિ વિનાયક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં પાણીની કે ગટરની કોઈ સુવિધાઓ નથી. બેથી ત્રણ વાર રજુઆત કરી પણ કોઈ જવાબ દેતું નથી કેમ કે હવે સોસાયટીમાં અમુક પ્લોટમાં જ બાંધકામ બાકી છે. ડેવલોપર્સને રજુઆત કરી તો તે કહે છે કે, મારી પાસે આવવું નહિ. તમે જેની પાસે ફ્લેટ લીધા હોય તેની પાસે જાવ. આથી બિલ્ડરને કહેતા તે પણ પણ જવાબ દેતા નથી. તેઓની એક જ વાત હોય છે કે પાણી નહીં આવે ઉપર જ નથી. અમે પંચાયતમાં વેરા ભર્યા છતાં સુવિધા કોઈ મળતી નથી

વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીની બહાર ગેટ પાસે પાણી ભરાવાથી મહિલાઓને તેમજ બાળકોને આવવા જવાની તકલીફ પડે છે. એકટીવા પણ બંધ થય જાય એટલું પાણી ભરાય છે. આ સોસાયટીમાં પીવાના પાણીના પણ ફાંફા પડે છે. મીઠા પાણીની કોઈ સુવિધા નથી. આ અંગે રજુઆત સોસાયટીમાં રહેતા લોકોએ ડેવલોપર્સને કરવા ગયા તો તેનો જવાબ હતો કે, તમારે મારી પાસે ખોટી મગજમારી કરવા આવવું નહિ, તમે જેની પાસે ફ્લેટ લીધા તે બિલ્ડરને કહેજો. આ વાતની જાણ બિલ્ડરને થતા બિલ્ડર પણ મૌન રહ્યા હતા. આથી આ સમસ્યા માટે જવું તો ક્યાં જવું તેવો સવાલ રહીશોએ ઉઠાવ્યો છે.

- text

- text