નવા નેશનલ હાઈવે માટે સંપાદિત થતી જમીન મામલે સરવડના ખેડૂતોએ વાંધા રજૂ કર્યા

- text


મોરબી : રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે સંપાદન કરવામાં આવનારી જમીન બાબતે સરવડ ગામના ખેડૂતોએ હળવદ-માળીયા (મી.)ના પ્રાંત અધિકારીને વાંધા તેમજ પ્રશ્નો રજૂ કર્યા છે.

સરવડ ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે, NHAI દ્વારા NH151A હાઈવે કાઢો છો જેની સમકક્ષ અંદાજીત 2 કિલોમીટર એરીયામાં અગાઉથી માળીયા(મી.) જામનગ૨(2 લેન) હાઈવે CSH-6 આવેલો છે. તો આ નવો હાઈવે NHI51A ખેતી લાયક ઉપજાઉ જમીનમાં બનાવવાની જરૂરિયાત લાગતી નથી. સ૨વડની NHAI દ્વારા હાઈવે નં. NHI51Aમાં કુલ ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન હેકટ૨ 37.4968 છે. ભારત સરકારનાં તારીખ 9-6-2023ના દિવ્ય ભાસ્કરમાં છપાયેલા THE GAZETTE OF INDIA (CG-DL-E-26052023-246081) મુજબ કપાત જમીનના મુખ્ય સર્વે નંબર ખંડમાં દર્શાવેલ છે. જેના લીધે મુખ્ય ખંડના પૈકી ભાગે કયા અને દરેક પૈકી ભાગમાં કેટલા હેકટર જમીન કપાત છે. જેની માહિતી મળે તેમ નથી. તો અમોને પૈકી ભાગમાં પૈકી કયાં ભાગમાં કેટલા હેકટર જમીન કપાત છે. તે પૈકી ભાગો વાળુ લિસ્ટ ૨જુઆતના દિવસથી 10 દિવસમાં અમોને આપવા વિનંતી છે. જેથી કરીને અમે 21 દિવસમાં અમારા વાંધા સ૨કા૨ મુજબ ૨જુ કરી શકીએ. તેમજ કપાત જમીનનું વળતર કેટલું આપવામાં આવશે તે પણ જણાવેલું નથી. તો અંદાજે કેટલું વળતર ચુકવવામાં આવશે તે પણ જણાવવા વિનંતી છે.

સરવડના ખેડૂતોએ જણાવ્યું છે કે, તેઓને બીજા નવા હાઈવેની જરૂરિયાત નથી. આ રજૂઆત અંગે સત્વરે કોઈ નિરાકરણ નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

- text

- text