તા.14થી 18 મોરબી જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે : હવામાન વિભાગની આગાહી

- text


આવતીકાલે 2 ઇંચથી વધુ અને 16મીએ 9 ઈંચ જેટલો વરસાદ વરસવાની શકયતા

મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી જિલ્લામાં આવતીકાલે તા.14 જૂનથી લઈ તા.17 જૂન સુધી વરસાદ ભુક્કા બોલાવે તેવી આગાહી હવામાન વિભાગે કરી હોવાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તરઘડિયા કેન્દ્રના બુલેટિનમાં ખેતીવાડી વિભાગે જાહેર કર્યું છે. આ ચાર દિવસ દરમિયાન 2 ઇંચથી 9 ઈંચ સુધી વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

- text

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તરઘડિયા કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા અઠવાડિક બુલેટિનમાં ભારતીય હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી જિલ્લામાં તા.14થી તા.17 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી તા.14ના રોજ 60 મીલી મીટર, તા.15ના રોજ 100 મીલી મીટર, તા.16ના રોજ 180 મીલી મીટર એટલે કે 9 ઈંચ જેટલો અને તા.17ના રોજ 100 મીલી મીટર જેટલો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

- text