અંતે નેશનલ હાઇવે પર ખડકી દેવાયેલા જોખમી હોર્ડિંગો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ 

- text


નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીને જોડતા મોટાભાગના સ્ટેટ અને નેશનલ હાઈવેની બંને સાઇડ કોઈ પણ મંજૂરી વગર આડેધડ હોર્ડિંગો ખડકી દેવામાં આવ્યા છે. આ હોર્ડિંગો વાવાઝોડા દરમિયાન રાહદારીઓ માટે જોખમી સાબિત થવાના જોખમ વચ્ચે અંતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ટીમ દ્વારા હાઇવે પર અલગ અલગ એજન્સી દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોરડીંગ બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

- text

આ અંગે મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ટીમ દ્વારા સંભવિત બીપરજોય વાવાઝોડાની સાવચેતીના ભાગરૂપે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સી દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોર્ડિંગ બોર્ડ કે જેનાથી વાવાઝોડા દરમિયાન ‌જાનહાની થવાની શક્યતા હોય તેવા બોર્ડ તાત્કાલિક ધોરણે આવા જોખમી બોર્ડ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડા દરમિયાન આપાતકાલીન સમયે વાંકાનેર બાઉન્ટ્રીથી ગાળા સુધીના ૭૨ કીલોમીટરના નેશનલ હાઇવે પર કોઈ ઇમરજન્સી માટે નેશનલ હાઇવે ઓથોરિટીના હેલ્પલાઇન નંબર ૯૩૭૩૧૬૨૬૦૧ પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

- text