સરાહનીય કામગીરી : વર્ષામેડીમાં રસ્તા પર ઝાડ પડ્યું, પોલીસે ઝાડ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો

- text


મોરબી : મોરબી અને માળીયામાં આજે સવારથી વાવઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે આજે બપોરે બાદ માળીયાના વર્ષામેડી ગામે વૃક્ષ પડી ગયું હતું. આથી રસ્તો બંધ થઈ જતા અણીના સમયે પોલીસ સ્ટાફ મદદે આવ્યો હતો. પોલીસ સ્ટાફે ઝાડને દૂર કરીને રરતો ખુલ્લો કર્યો હતો.

માળીયાના વર્ષામેડી ગામે આજે ભારે પવનને કારણે રેલવે ફાટક પાસે મસમોટું પીપરનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. મસમોટું વૃક્ષ પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે આજે વાવઝોડાને લઈને ઠેરઠેર પોલીસ જવાનોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષામેડી ગામે વૃક્ષ પડી જતા રસ્તો બંધ ઘયાનું ધ્યાને આવતા પોલીસ સ્ટાફ તુરંત મદદે દોડી ગયો હતો અને પોલીસ સ્ટાફે રસ્તા પર પડેલા વૃક્ષને કાપીને ભારે મહેનતના અંતે હટાવી દઈને રસ્તો કિલિયર કરાવ્યો હતો. પોલીસની આ સરાહનીય કામગીરીથી રસ્તો ખુલ્લો થયો હતો.

- text

- text