સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં અડધો ઇંચ અને મોરબીમાં ઝાપટા પડ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને સાંજે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં અડધો ઇંચ અને મોરબીમાં ઝાપટા પડ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આજે સવારથી વાવઝોડાની અસર વર્તાય હોય એમ સવારથી જ તોફાની પવન ફૂંકાય રહ્યો છે. ભારે પવન બાદ સાંજે ચાર વાગ્યે હવામાનમાં ઓચિંતો પલ્ટો આવ્યો હતો અને આકાશમાં ઘટોટપ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોરબી અને વાંકાનેરમાં વરસાદ પડ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમની સતાવાર યાદી મુજબ આજે સાંજે 4થી 6 દરમિયાન વાંકાનેરમાં 13 મિમી એટલે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અને ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા. જો કે મોરબીમાં માત્ર 6 મિમી એટલે વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે હળવદ, ટંકારા અને માળીયામાં વરસાદ નોંધાયો ન હતો.

- text