પત્નીએ કેસ કર્યો, પિતા બીમાર… આર્થિક ભીંસમાં મોરબીના યુવાને ઘર છોડ્યું

- text


મોરબી : કાળઝાળ મોંઘવારીમા આર્થિક ભીંસમાં મુકાયેલ મોરબીના યુવાનની પત્નીએ ભરણ પોષણનો કેસ કરવાની સાથે પિતાને પેરેલીસીસની બીમારીમાં દવાનો ખર્ચ આવતા ચોતરફથી ઘેરાઈ જતા ઘર છોડી ચાલ્યો જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ કાંટા પાસે સુભાષનગરમાં રહેતા દિલીપભાઈ અરજણભાઈ રાઠોડ ઉ.31 નામના યુવાન ગત તા.3 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઘર છોડી ક્યાંક ચાલ્યા જતા તેમના નાના ભાઈ જીતેન્દ્રભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. જીતેન્દ્રભાઈના જણાવ્યા મુજબ આર્થિક ભીંસમાં ગુમ થનાર દિલીપભાઈના પત્નીએ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરતા એકાદ લાખ જેટલી રકમ ચડત થવાની સાથે તેમના પિતાને પેરેલીસીસની બીમારીમાં દવાનો ખર્ચ ચાલુ હોય રૂપિયાનો મેળ પડતો ન હોવાથી ઘર છોડી જતા રહ્યા છે. ગુમ થનાર દિલીપભાઈની ઉંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ જેટલી હોવાનું અને રંગે ગૌરવર્ણ, શરીરે પાતળા બાંધાના હોવાનું જાહેર કરાયુ છે.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

- text