મોરબીના નીચી માંડલ ગામે યુપીનો યુવાન સવારે સુતા બાદ જાગ્યો જ નહીં, મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂરનો યુવાન વિનય સુભાષ યાદવ ઉ.22 નામનો યુવાન પોતાના રૂમમાં સવારે અગિયારેક વાગ્યાના અરસામાં સુતા બાદ સાંજના સમયે ઉઠાળતા ઉઠતો ન હોય મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text