મોરબી – વાંકાનેર હાઇવે ઉપર વહેલી સવારે ત્રિપલ અકસ્માત

- text


રફાળેશ્વર નજીક સર્જાયેલ અકસ્માતમાં ટ્રકમા ફસાયેલા રાજસ્થાની ડ્રાઇવરને મહામહેનતે જીવિત બહાર કાઢ્યો

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક સોમવારે વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાતા રાજસ્થાની ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ જતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમે કલાકોની જહેમત બાદ ટ્રક ચાલકનો જીવ બચાવી લઈ સારવારમાં ખસેડયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ફાયર કંટ્રોલરૂમમાં વહેલી સવારે સવા પાંચ વાગ્યાના સમયે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર પાસે આવેલ દરિયાલાલ હોટલ સામે ત્રિપલ અકસ્માત થયો હોવાનો કોલ આવ્યો હતો અને આ અકસ્માતમાં RJ- 19 -GF-1921ના ડ્રાઇવર ફસાઈ ગયેલ હોવાથી મદદ માંગવામાં આવી હતી.

બીજી તરફ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો કોલ મળતા તુરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી ટ્રકમાં ફસાયેલ રાજસ્થાનના વતની ઓમા રામ નામના ટ્રક ચાલકનો જીવ બચાવી 108 મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ વાંકાનેર ટોલ પ્લાઝા સ્ટાફ દ્વારા ક્રેન બોલાવી ટ્રક ચાલકને બહાર કાઢવાની કોશિષ કરેલ પરંતુ બે કલાક સુધી ટ્રક ચાલક ન નીકળતા આખરે ફાયર કંટ્રોલરૂમના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ ભારી જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો.

- text

- text