વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે અસરગ્રસ્તો માટે 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા

- text


અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર 1 હજાર ફૂડ પેકેટ પહોંચાડવા આવશે

વાંકાનેર : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હોય દરિયા કિનારાના વિસ્તારોના અસરગ્રસ્તો સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે આવા અસરગ્રસ્ત લોકોને ભોજન મળી રહે તે માટે વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે સેવાભાવીઓ દ્વારા 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર 1 હજાર ફૂડ પેકેટ પહોંચાડવા આવશે.

- text

મોરબી જિલ્લામાં વાવઝોડાના ખતરાને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 2 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ ફસાયેલા લોકોનું સ્થળતર ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને ઉંચા આશ્રયસ્થાનો પણ ખસેડવામાં આવ્યા છે. આ લોકોના ભોજન માટે સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે સેવાભાવી લોકો દ્વારા અસરગ્રસ્તોના ભોજન માટે લાડુ સહિતના ભોજનના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તોને મોકલવામાં આવશે.

- text