વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ત્રણને ઝડપી લેવાયા હતા.

વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાત નાકા નજીકથી ધર્મેશ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારિયાં નામના યુવાનને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 320 અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર – માટેલ રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી બાબુ ઉર્ફે રાજુ જાદવજી લીલાપરા અને રણછોડ વસરામ દેકેવાડીયાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text