ખાખીને ખમ્મા ! વરસતા વરસાદમાં પ્રસૂતા અને વૃધ્ધાને સલામત આશ્રયસ્થાનમાં ખસેડયા

- text


વાંકાનેરમાં મહિલા પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી

મોરબી : વાવાઝોડા બીપરજોયના રૌદ્ર રૂપ વચ્ચે આજે મોરબી જિલ્લા પોલીસની વાંકાનેર પોલીસ ટીમની માનવતા મહેકી ઉઠી હતી.વાંકાનેર મહિલા પોલીસ ટીમે વરસતા વરસાદ વચ્ચે અશક્ત વૃધ્ધા અને 10 દિવસના બાળક સાથે પ્રસુતાને સલામત સ્થળે આશ્રય આપ્યો હતો.

- text

વાવાઝોડું બીપરજોય મોરબી જિલ્લામાં ખાનાખરાબી સર્જે તેવી દહેશત વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર કાચા મકાનો અને જોખમી સ્થળે વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરી રહ્યું છે ત્યારે વાંકાનેર સિટી વિસ્તારમાં આવેલ નવાપરામાં ખડીપરામાં એક પ્રસૂતા મહિલાને 10 દિવસના બાળક સાથે તથા અશક્ત વૃધ્ધાને વરસતા વરસાદમાં ઉંચકીને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. સ્થળાંતરણ વખતેના વીડિયોમાં મહિલા પોલીસ દ્વારા કરાયેલ કામગીરી કોઈપણ સ્વાર્થ વગર વડીલો પ્રત્યેના આદરભાવ સાથે માતા અને બાળકને વરસતા વરસાદમાં સલામત સ્થળે લઈ જતા જોઈ ખાખીને ખમ્મા કહેવું પડે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

- text