મોરબીના કુબેરનગરમાં બે વીજપોલ ધબાય નમઃ, સદભાગ્યે જાનહાની નહિ

- text


વીજપોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો

મોરબી : મોરબીમાં વાવઝોડાની અસર હેઠળ સવારથી ફૂંકાઇ રહેલા તોફાની પવન વચ્ચે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં બે વીજપોલ ભારે પવનથી જમીનદોસ્ત થઈ ગયા હતા.વીજપોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.

મોરબીમાં આજે વાવઝોડાની અસરરૂપે ભારે પવન ફૂંકાય રહ્યો છે. જો કે સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે પવન અને વરસાદના ઝાપટા વચ્ચે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર-3માં બે વીજપોલ અચાનક ધરાશાયી થયા હતા. વીજપોલ નીચે પડતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ બનાવની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પડી ગયેલા વીજપોલ ઉભા કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

- text

- text