નવલખી બંદરે ભયજનક 10 નંબરનું સિગ્નલ ! દરિયાકાંઠાના ગામોમાં સ્થળાંતર શરૂ 

- text


89થી 102 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાનું શરૂ થાય ત્યારે લગાવાઈ છે 10 નંબરનું ભયસૂચક સિગ્નલ 

મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો વધી રહ્યો છે. આક્રમક બનીને વાવઝોડું ધસમસતું સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધતા મોરબી જિલ્લાના નવલખી બંદર પર ભયસુચક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 89થી 102 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાનું શરૂ થાય ત્યારે 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવે છે. બીજીતરફ આજે સવારથી નવલખી દરિયાકાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં નવલખી બંદરે બીપોરજોય વાવઝોડાનો જેમ જેમ ખતરો વધી રહ્યો હોય તેમ તેમ ભયસુચક સિગ્નલ વધારો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે 4 નંબરના ભયસૂચક સિગ્નલ બાદ આજે સવારે નવ નંબરનું સિગ્નલ લગાવાયું હતું અને હવે પવનની ગતિ વધતા નવલખી બંદરે 10 નંબરનું સિગ્નલ ચડાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ 89થી 102 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાનું શરૂ થાય ત્યારે લગાવવામાં આવે છે. નવલખી પોર્ટ ઉપર વાવઝોડાની સમગ્ર સ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી છે અને નવલખી બંદર આસપાસ કોઈને પણ જવાની મનાઈ ફારમાંવામાં આવી છે.

- text

બીજી તરફ વાવઝોડાનું સંકટ વધતા વહીવટી તંત્ર દ્વારા નવલખી આસપાસ દરિયા કિનારે વસતા લોકોને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નવલખી આસપાસ જુમાવડી, વર્ષામેડી સહિતના માળીયા પંથકના અંદાજે 1500 જેટલા લોકો વસવાટ કરે છે. આ લોકોને સલામત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. નજીકની પ્રાથમિક શાળા તેમજ ઉંચી જગ્યાએ ખસેડામાં આવી રહ્યા છે અને ત્યાં આ લોકોને રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભવિત વાવઝોડાને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત છે. જરૂર પડ્યે રાહત અને બચાવ માટે આ ટુકડીઓ ખડેપગે રાખવામાં આવી છે.

- text