આતંકીઓએ સુરતની કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી હતી : મહિલાની સ્ફોટક કબૂલાત 

- text


પોરબંદર અને સુરતથી ગુજરાત એટીએસએ પકડેલા આતંકવાદીઓની સઘન પૂછપરછ  

મોરબી : પોરબંદર અને સુરતમાં ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડીને મહિલા આતંકી સુમેરાબાનુ સહિત ચારને પકડી પાડ્યાં છે અને આતંકીઓની સઘન પૂછતાછ ચાલુ છે ત્યારે મહિલા આતંકી સુમેરાબાનુએ એટીએસના સિનિયર અધિકારીઓ સામે કબૂલાત કરી હતી કે, હું સુરતની કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવા તૈયાર હતી, રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોવાતી હતી. આ સ્ફોટક કબૂલાતથી તપાસનીશ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ પોરબંદર અને સુરતમાં ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડીને સુમેરાબાનુ સહિત ચારને પકડી પાડ્યાં હતાં અને ઝુબેર અહેમદ મુનશી (રહે. શ્રીનગર)ને વૉન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં એક પોલીસ ટીમ તાત્કાલિક શ્રીનગર જવા રવાના થઈ હતી અને માત્ર 24 કલાકમાં જ ગુજરાત પોલીસે શ્રીનગરમાંથી શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. હવે તેને ટૂંક સમયમાં જ ટ્રાન્ઝિટ વૉરન્ટ મેળવીને ગુજરાત લવાશે.

- text

ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP)ના આતંકીઓ ગુજરાત થઈ અફઘાનિસ્તાન પહોંચવાના હોવાની બાતમી 10 દિવસ પહેલાં મળી ત્યારથી જ તેમને ઝડપી લેવાનું ઓપરેશન શરૂ થયું હતું. પોલીસ 10 દિવસથી સતત તેમના પર નજર રાખતી હતી. જમ્મુ-તાવી ટ્રેન જોધપુર પહોંચી ત્યારે ટ્રેનમાં આતંકીઓને ઓળખીને તેમની આસપાસ ગુજરાત પોલીસની એક ટીમ ગોઠવાઈ ગઈ અને બે દિવસ તેમની પર નજર રાખી અંતે ઓપરેશન પાર પાડીને હવે તમામની સઘન પૂછપરછ કરવાની સાથે આ આતંકીઓને કોણ મદદ કરતુ હતું તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text