ટંકારાના હરિપર ગામે મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામે પોલીસે જસુબેન કારભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ, ઠંડો, ગરમ આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 530નો મૂદામાલ કબ્જે કરી જસુબેન વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text