કોર્ટનું મિલકત જપ્તી વોરંટ ફાડી નાખી સિરામિક કારખાનેદારનો બેલીફ ઉપર હુમલો

- text


મોરબી સિવિલ કોર્ટના બેલીફ જાંબુડિયા ગામની સીમમાં મેક્સ ગ્રેનાઇટો કારખાનામાં વોરંટ બજાવવા જતા બનેલી ઘટના

મોરબી : મોરબી એડિશનલ સિવિલ કોર્ટના બેલીફ જાંબુડિયા ગામની સીમમાં મેક્સ ગ્રેનાઇટો કારખાનામાં મિલકત જપ્તી અંગેનું વોરંટની બજાવણી કરવા જતા કારખાના માલિકે નામદાર કોર્ટનું અસલ વોરંટ ફાડી નાખી બેલીફ સાથે ઝપાઝપી કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એડિશનલ સિવિલ કોર્ટમાં ચાલતા દીવાની કેસ મામલે કોર્ટના બેલીફ ભગીરથભાઈ વિરજીભાઈ પાંચોટીયા કેસના વાદી સાહેદ કનકરાય બી.શેઠ અને દેવભાઇ ભાવેશભાઈ શેઠ સાથે જાંબુડિયા ગામની સીમમાં આવેલ મેક્સ ગ્રેનાઈટો કારખાનામા મિલકત જપ્તી વોરંટની બજવણી કરવા જતાં કારખાનાની ઓફિસમાં બેઠેલા સુખદેવભાઈ પટેલ નામના આરોપીએ બેલીફ ભગીરથભાઈના હાથમાંથી અસલ જપ્તી વોરંટ પડાવી લઈ ફાડી નાખી ઝપાઝપી કરી કાંઠલો પકડી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી.

વધુમાં આ ગંભીર બનાવ મામલે કોર્ટના બેલીફ ભગીરથભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સુખદેવભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 186, 228, 332, 353, 187, 204 અને 506 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text