હળવદના મિયાણી ગામે પરિણીતાએ પિયરમાં ઝેરી દવા ગટગટાવી

- text


હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે પાંચ માસ પહેલા પરણેલી પરિણીતાએ મિયાણી ગામે પિયરમાં આવી ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે પિયર ધરાવતા અને માલણીયાદ ગામે સાસરું ધરાવતા કાજલબેન કલ્પેશભાઈ સુરેલા ઉ.24 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર મિયાણી પિયરમાં ઝેરી દવા પી લેતા હળવદ સારવારમાં ખસેડવામાં આવતા તેઓને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાજલબેનના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા.

- text

- text