આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

- text


ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો

મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવા સરકારને દરખાસ્ત કરતા જ ગુજરાત સરકારની લીલીઝંડી મળતા આવતીકાલે સવારે 9 કલાકે બોર્ડની વેબસાઈટ ઉપર જાણી શકાશે તેમજ વોટસએપ નંબર 6357300971 ઉપર બેઠક ક્રમાંક મોકલતા જ વિદ્યાર્થી પરિણામ પત્ર મેળવી શકશે.મોરબી જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 7156 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1838 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ અધ્યક્ષ ડી.એસ.પટેલની સત્તાવાર યાદી મુજબ માર્ચ -2024માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ-2024 તેમજ સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર આવતીકાલે તા.9 મેને સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે, સાથે જ વિદ્યાર્થીઓ વોટસએપ નંબર 6357300971 ઉપર બેઠક ક્રમાંક મોકલી જાણી શકશે.

- text

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 8015 અને સામાન્ય પ્રવાહમાં 26,652, મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 7156 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1838 વિદ્યાર્થીઓ સહીત રાજ્યમાં સામાન્ય પ્રવાહમાં 4,89,292 અને વિજ્ઞાન પ્રવાહના 1,11,549 વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં પરીક્ષા આપી હતી જે તમામ વિદ્યાર્થીઓના પરિણામો આવતીકાલે જાહેર થશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર-ગુણપત્રક મોકલવાની તારીખો જાહેર કરવામાં આવશે.

- text