મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં 9 કુલરોની ભેટ

- text


મોરબીઃ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં ગરમીમાં વૃદ્ધોને ઠંડક મળે તે હેતુથી 9 કુલરની ભેટ આપવામાં આવી છે.

વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તે હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગઈકાલે 6 જૂનના રોજ 9 કુલર ભેટ આપવામાં આવ્યા છે. આ સમયે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાની સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મગનભાઈએ લઘધીરજી ટ્રસ્ટ બાબતે થોડીક જાણકારી આપી હતી અને ટ્રસ્ટીઓ દ્વારા પ્રત્યેક મુસ્કાન વેલફેર સોસાયટીના કુલરોના દાતા તથા અન્ય સભ્યોના પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો. ઉપરાંત આ સાથે ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રશંસા પત્ર પણ મુસ્કાન વેલફેર સોસાયટીને એનાયત કરેલ.. કાર્યક્રમના અંતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરમ સમોસા, કોલ્ડ્રિંક્સ તેમજ મીઠાઈ સહિત સ્નેકસનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- text

- text