મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181 ટિમ 

- text


મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ સમક્ષ આવતા તેઓએ મહિલાનું કાઉન્સેલિંગ કરી મહિલાની ઈચ્છા મુજબ પતિ સાથે સમાધાન કરાવી તેના પતિને સોંપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિનો ફોન આવેલ અને તેમણે જણાવેલ એક મહિલા તેમની બાળકીઓ સાથે મંદિર પર આવેલા છે. બહેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલ પણ બહેન રડતા હોય અને હિન્દી ભાષા બોલતા હોય જેથી મહિલાને મદદની જરૂર છે.

જેથી 181 ટીમ તુરંત સ્થળ ઉપર ગઈ હતી. ત્યાં જઇને બહેનને આશ્વાસન આપેલ અને બહેનનુ કાઉન્સેલિંગ કરેલ અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ. જેમાં મહિલાએ જણાવેલ તેમના લગ્ન સંસારને છ વર્ષ થયેલા હોય, સંતાનમાં બે બાળકીઓ છે તેમનું મૂળ વતન બીજા રાજ્યમાં આવેલ છે તે તેમના પતિ સાથે કારખાનામા મજુરી કામ કરવાના અર્થે આવેલા હોય ચાર વર્ષ થયા મોરબી જિલ્લામા પતિ અને બાળકીઓ સાથે રહેતા હતા.

- text

મહિલાએ જણાવેલ આજ રોજ તેમણે જમવા માટે રસોઈ બનાવેલ, જેમાં પતિ જમવા માટે બેઠા હોય જેમાં પતિ એ કહેલ કે સબજીમા નમક વધારે છે એમ કહીને મહિલાને અપશબ્દો બોલેલ અને હાથ ઉપાડેલ હતા. જેથી મહિલા તેમના પતિને કહ્યા વગર ઘર છોડીને ઘરે થી નીકળી ગયેલ અને રીક્ષામાં બેસીને મોરબી આવેલ હતી.

બાદમાં 181ની ટીમે પતિનો સંપર્ક કરતા પતિએ જણાવેલ, તે આજ પછી તેમના પત્ની પર હાથ નહિ ઉપાડે. આ સાથે બહેનને કાયદાકીય માહિતી આપેલ હતી. જેમાં બહેનએ જણાવેલ કે તેમના પતિ સમજી ગયેલા હોવાથી તે તેમની સાથે ઘરે જવા માંગે છે. જેથી આ મહિલાને તેના પતિને સોંપવામાં આવી હતી. તેઓએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text