મોરબીમાં બ્રહ્મસમાજના મહિલાઓએ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ નિહાળી 

- text


પરશુરામ યુવા ગ્રુપ તેમજ પરશુરામ ધામ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ટોકન દરે ફિલ્મ નિર્દશન કરાયું 

મોરબી: મોરબી પરશુરામ યુવા ગ્રુપ તેમજ પરશુરામ ધામ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે બ્રહ્મસમાજની મહિલાઓ અને દીકરીઓ માટે માત્ર રૂપિયા ૫૦ રૂપિયાના ટોકન દર પર મોરબી સ્કાય મોલ પર The Kerala Story ફિલ્મનો શો યોજાયો હતો.આ ફિલ્મ નિહાળવા માટેબહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના મહિલાઓએ બુકિંગ કરાવ્યું હતું અને આ શો નિહાળ્યો હતો. તેમજ આ મૂવીની એક પણ ક્ષણ ચૂકી ન જવાય તે માટે પરશુરામ યુવા ગ્રુપ મોરબી અને પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

બ્રહ્મસમાજની મહિલાઓ માટે થયેલા આયોજનમાં મોરબી પરશુરામ પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ કમલભાઈ દવે,ઉપપ્રમુખ અને લીગલ સેલના મહિધરભાઈ દવે, ઉપપ્રમુખ ઋષિભાઇ મહેતા, મહામંત્રી જયદીપભાઈ મહેતા, મહામંત્રી નયનભાઈ પંડ્યા, સહમંત્રી પ્રણવભાઈ ત્રિવેદી, સહમંત્રી વિજયભાઈ રાવલ, સહમંત્રી ધર્મભાઈ રાવલ, આઇટી સેલના યગ્નેશ રાવલ, સહમંત્રી વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, ગૌરાંગભાઈ દવે, ગૌરવભાઈ રાવલ, હર્ષ જાની, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, ભાર્ગવભાઈ દવે તેમજ પરશુરામ યુવા ગ્રુપની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં મોરબી પરશુરામધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતાએ હાજરી આપી હતી. આ તકે તમામ બ્રહ્મસમાજની બહેનો-દીકરીઓને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઊંડાણ પૂર્વકની માહિતી આપી સોશ્યલ મીડિયાથી જાગૃત રહેવા અને કાયદાકીય સલાહ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

- text

- text