મોરબી શહેરમાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબીના કબીર ટેકરી શેરી નંબર 5મા રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી તૌફિક હુસેનભાઈ લાખા અને મોસીન મામદભાઈ કુરેશીના રહેણાંકમાં દરોડો પાડતા આરોપી તૌફિક પોલીસને જોઈ નાસી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત 3250 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા તૌફિક અને હાજર નહિ મળી આવેલા રહેણાંક મકાનના માલિક મોસીન કુરેશી વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text