Morbi: 2000 ચકલી ઘર અને પાણીના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું 

- text


મોરબી: અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષી ઓને રાહત મળે તે માટે 2000 ચકલા ઘર અને પાણી ના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો ઉત્સાહભેર લાભ લીધો હતો.

- text

આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબના ભીખાભાઈ લોરિયા, નાનજીભાઈ મોરડિયા, અમરશિ અમૃતિયા, અમૃતલાલ શુરાણી, ચંદુભાઈ કુંડારિયા, રશ્મિકા રૂપાલા લિયો ક્રિષ્ના રૂપાલા, વાસુ રૂપાલા, હાર્દિક પરમાર, ઊર્વેશ માણેક, લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ લા.કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.મણિલાલ કાવર, સેક્રેટરી લા.ત્રિભોવન ફુલતરિયા દ્વારા જહેમત ઊઠાવી પ્રોજેક્ટને સફળ બનાવવામાં આવ્યો હતો.

- text