કોંગ્રેસે લોકસભાની ચૂંટણી તૈયારી શરૂ કરી 

- text


મોરબી આવેલા કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈદ્યએ બુથ લેવલની કામગીરી સમીક્ષા કરી

મોરબી : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય રાજકીય પક્ષોમાં અત્યારથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ત્યારે મોરબીમાં જિલ્લા, તાલુકા, શહેર કોગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરોની આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે એક અગત્યની મીટીંગ.મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણી તૈયારી માટે અત્યારથી જ કામે લાગી જવા કોંગ્રેસી કાર્યકરો-અગ્રણીઓને હાકલ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કાર્યક્ર્મ હેઠળ આગામી 2024ની લોકસભા ચુંટણીની તૈયારીના ભાગરૂપે કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈધ્યના હાજરીમાં મોરબી જિલ્લાના આગેવાનો, કાર્યકરોને લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બુથ લેવલની કામગીરીની સમીક્ષા કરી હતી. આવનાર લોકસભા ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કામગીરી અત્યારથી જ ચાલુ કરવા અને લોકો વચ્ચે જઇ કોગ્રેસની વિચારધારા સમજાવવી પડશે. વર્તમાન કેન્દ્રની ભાજપ સરકાર મોઘવારી , મંદી, બેકારી, સામાજીક વૈમનસ્ય, મહીલાઓની સુરક્ષા જેવા તમામ મોરચે નિષ્ફળ ગયેલ છે. પ્રજા વચ્ચે જઈ આ વાત રાખવા જણાવ્યું હતું. આજની આ માર્ગદર્શન મીટીંગમા જિલ્લા, તાલુકા, શહેરના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારો, વડિલો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, એવુ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની પ્રેસ યાદી જણાવે છે.

- text

- text